અમદાવાદ : બેરોજગારી યુવાનોને ગુનાખોરીના માર્ગે દોરી જતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

લાલ દરવાજા ખાતે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો, રોજગારી આપવામાં રાજય સરકાર નિષ્ફળ નીવડી.

New Update
અમદાવાદ : બેરોજગારી યુવાનોને ગુનાખોરીના માર્ગે દોરી જતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસે બેરોજગાર દિવસની ઉજવણી કરી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Advertisment

અમદાવાદના લાલ દરવાજા સરદાર બાગ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર જે પ્રમાણે સફળતાનાં પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તેજ પ્રમાણે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાની નિષ્ફ્ળતાના દિવસ ઉજવવામાં આવી રહ્યા છે. આજે શુક્રવારના રોજ રાજ્ય સરકાર રોજગાર દિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે સામે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર ની વિરોધમાં બે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી , શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે જેના કારણે બેરોજગાર યુવાનો ગુનાખોરીના માર્ગે વળી રહયાં છે.

Advertisment