અમદાવાદ : દ્રારકાધીશના સાનિધ્યમાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી રહેશે હાજર

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.

New Update
અમદાવાદ : દ્રારકાધીશના સાનિધ્યમાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી રહેશે હાજર

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. દ્વારકામાં તારીખ 25મીથી ચિંતન શિબિરનો પ્રારંભ થશે અને તેમાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં આ પહેલી ચિંતન શિબિર છે. 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે 80 બેઠકો મેળવી હતી પણ એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઇ રહયાં છે. કોંગ્રેસ પાસે માત્ર 65 જેટલા ધારાસભ્યો બચ્યાં છે.

ગુજરાતમાં હવે વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન ધારાસભ્યોને સાચવવાનો છે. કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે તેવી થઇ ગઇ છે તેવામાં બદલાયેલું નેતૃત્વ કેટલું કારગત નીવડે છે તે જોવું રહયું. દ્વારકા ખાતે આયોજીત ચિંતન શિબિરમાં આગેવાનો અને હોદ્દેદારો તથા ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Latest Stories