ઉત્તર પ્રદેશના લખીમપુર કાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ જોડાયા હતા. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની કારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અડફેટમાં લેતા 4 લોકોના મોત નિપજ્યા હતા તેના પડઘા હવે ગુજરાતમાં જોવા મળી રહયા છે આજે નવ નિયુક્ત પ્રભારી ડો રઘુ શર્માની આગેવાનીમાં કોચરબ આશ્રમ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધરણા મૌન હતા હાથમાં સરકાર વિરોધી પ્લે કાર્ડ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી ડો.રઘુ શર્માએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા જતા હતા ત્યારે કોઈ પણ કારણ વગર તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી પણ મળવા ગયા તો તેમને પણ એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યા હતા.જે લોકોએ ગુનો કર્યો નથી કર્યો એ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા અને ગુનેગાર બહાર ગાડીમાં ફરી રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ભારત સરકારના ગૃહરાજ્યમંત્રી રાજીનામુ આપે અને દોષિત સામે કડક કાર્યવાહી થાય