/connect-gujarat/media/post_banners/b920eca86d50a0a38212aa99a145128527ec041c489d9cefebf9e2690a77fe68.jpg)
રાજ્યના પોલીસતંત્રમાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે.રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાયરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ લોકોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે.
આ મામલામાં પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગુજરાત એટીએસના એસપી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે 8 કરોડ રૂપિયા પડાવવા માટે આખું કાવતરું રચવામાં આવ્યું હતું ભાજપ OBC મોરચાના નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે.સ્થાનિક ભાજપના નેતા અને પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યું હોવાનો ભેદ ખૂલ્યો છે. તેમાં ખોટું સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયું હતું. પૂર્વ DGP ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા.આ બાબતની ફરિયાદ ગાંધીનગર સેકટર 7 માં દાખલ કરવામાં આવી છે અને એસઓજી પીઆઇ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.