Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સરકાર અને AMCના નિવેદનોમાં જ વિરોધાભાસ, લારીવાળાઓ મુંઝવણમાં

X

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઇંડા અને નોન-વેજની લારીઓનો વિવાદ ઉભો થયો છે. રાજયમાં તુલ પકડી રહેલાં આ મુદ્દામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજય સરકાર વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહયો છે...

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીએ હટાવવાનો નિર્ણય લીધો છે. તો સાથે ધાર્મિક સ્થળો અને કોલેજ સ્કુલ કોમ્યુનિટી હોલ પાસે પણ ઇંડા અને નોનવેજ ન વેચી શકાય તેવું ટાઉન પ્લાનિંગ કમિટીએ નકકી કર્યું છે. ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નોનવેજ-ઇંડાની લારીઓથી બાળકો અને લોકોને અસર થાય છે, તેથી જાહેર માર્ગો પરની આવી લારી હટાવાશે.

બીજી તરફ આણંદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સરકાર માને છે કે નાગરિકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે,' એટલે રાજ્ય સરકાર ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ અંગે વાત કરી હતી અને લારીઓમાં જો હાનિકારક પદાર્થ હોઈ તો કાર્યવાહી કરી શકાય અને તે પણ જો હટાવી હોઈ તો જેતે નગરપાલિકા નિર્ણય લઇ શકે છે. જ્યારે અમદાવાદ મનપા માત્ર નોનવેજ-ઇંડાની લારી હટાવવા માટે કહી રહી છે. જેને લઇને અન્ય લારીઓના ધંધાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે કોનું માનવું? તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ બધા વચ્ચે આજે એએમસી દ્વારા શહેરના અનેક વિસ્તારમાં લારી ગલ્લા હટાવ ઝુંબેશ શરુ કરવામાં આવી ...આમ અધિકારીઓ પણ મૂંઝાઈ રહયા છે કે આદેશ કોનો માનવો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે પછી રાજય સરકારનો..

Next Story