New Update
/connect-gujarat/media/post_banners/6821778b7844e276eb9d8f61a22135cb941daf932977eda5558c1ba2e0fe1d60.jpg)
ધંધુકામાં થયેલી કિશન ભરવાડની ચકચારી હત્યાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં રેલ્વે ડિપાર્ટમેન્ટના ટ્રાફિક વિભાગમાં પટાવાળા તરીકે નોકરી કરતા અને શહેરકોટડા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયામાં કિશન ભરવાડની જેમ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તે મુજબની પોસ્ટ શેર કરતા શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે.
મહત્વનું છે કે આ મામલે યુવકે પણ પોસ્ટ ડીલીટ કરવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ દબાણ કરી ધમકી આપતા સામ સામે ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories