અમદાવાદ: શાળાઓમાં કોરોના વિસ્ફોટ,અત્યાર સુધી કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે શાળામાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે

New Update
અમદાવાદ: શાળાઓમાં કોરોના વિસ્ફોટ,અત્યાર સુધી કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે શાળામાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, આજે અમદાવાદમાં વધુ 9 બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.ખાસ કરીને રાજ્ય સરકાર ઓફ લાઈન સ્કૂલ બંધ કરવા તૈયાર નથી ત્યારે હવે વાલીઓની ચિંતામાં વધારો થયો છે

ગુજરાતમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે.રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદની ઉદગમ શાળામાં 4, મહારાજ અગ્રસેન સ્કૂલમાં 4 કેસ, નિરમા સ્કૂલમાં 3 કેસ, સંત કબીર સ્કૂલમાં 2 કેસ, નવકાર સ્કૂલમાં 1 કેસ, ઝેબર સ્કૂલમાં 1 કેસ, CN વિદ્યાલયમાં 1 કેસ, લોટસ સ્કૂલમાં 1 કેસ, DPS બોપલમાં 1 અને ટર્ફ સ્કૂલમાં 1 કેસ નોંધાયો છે. અમદાવાદની 10 સ્કૂલમાં અત્યાર સુધી 20કેસ નોંધાઇ ચૂક્યા છે.આ અગાઉ ઝેબર સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલમાં પણ કોરોનાનો એક એક કેસ નોંધાયો છે. તેમજ મહારાજ અગ્રેસન સ્કૂલમાં પણ કોરોનાનો કેસ સામે આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત બન્યા હતા. જ્યારે અમરનગર શાળામાં પણ બાળકો કોરોના પોઝિટિવ આવતા શાળાને એક અઠવાડિયા માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Latest Stories