અમદાવાદમાં કોરોનાના કહેરથી દરેક નાગરિક ચિતિંત છે અને તેનો ખ્યાલ આપણને ટેસ્ટીંગ ડોમ પર થતી ભીડ પરથી આવી રહયો છે.
રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવી મળી રહ્યો છે. તેમાં સૌથી વધારે દૈનિક કોરોના કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. બીજી લહેરની જેમ આ વખતે પણ કોરોના કેસોમાં થતા ઉછાળામાં અમદાવાદ અવલ્લ નંબરે છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરાવનાર 100 લોકોમાંથી 21 જેટલા લોકોના રીપોર્ટ પોઝીટીવ આવે છે. રાજયમાં ઉત્તરાયણ બાદ કોરોનાએ કોહરામ મચાવી દીધો છે. અમદાવાદ શહેરના અલગ અલગ ટેસ્ટિંગ ડોમમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરમાં તાવ શરદી અને ઉધરસના લક્ષણો સૌથી વધારે સામે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં કોરોના ટેસ્ટ માટે આર.ટી.પી.સી.આર અને રેપીડ એન્ટિજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરી દીધો છે. આર.ટી.પી.સી.આર.ટેસ્ટમાં પોઝિટિવીટી રેટ 30 ટકા સુધી અને રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવીટી રેટ 10 ટકા સુધી પહોંચ્યો છે. આ કારણથી સોમવારે શહેરમાં કોરોનાના 4340 કેસ નોંધાયા હતા ટેસ્ટિંગ ડોમ પર કાર્યરત આરોગ્યકર્મીઓ પણ માની રહ્યા છે કે છેલ્લા 5 દિવસથી સતત કેસો સામે આવી રહ્યા છે. જયાં એક ડોમમાં 50 ટેસ્ટ કરવામાં આવતા ત્યાં અત્યારે 150 થી 200 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પુર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 30 થી વધુ ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે.