અમદાવાદ: કોરોનાકાળ દરમ્યાન રાજ્યમાં રૂ. 252 કરોડના દંડની વસૂલાત

એક જ વર્ષમાં ગુજરાતીઓએ ભર્યો 252 કરોડનો દંડ, 37.42 લાખ લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યો દંડ.

New Update
અમદાવાદ: કોરોનાકાળ દરમ્યાન રાજ્યમાં રૂ. 252 કરોડના દંડની વસૂલાત

રાજયમાં કોરોના કાળ દરમ્યાન વિવિધ નિયમોના ભંગ બદલ 37.42 લાખ લોકો પાસેથી રૂપિયા 252 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં દંડની વસૂલાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલ એક એફિડેવિટમાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 24 જૂન 2020થી 28 જૂન 2021 ના વચ્ચે માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 252 કરોડ રૂપિયાનો ગુજરાતીઓએ દંડ ચૂકવ્યો હતો. કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં 500 રૂપિયાથી લઈ 1000 હજાર દંડ વસુલવામાં આવતો હતો ત્યારે માસ્ક ન પહેરવા અને નિયમ ભંગ બદલ ગુજરાતીઓએ એક વર્ષમાં 252 કરોડનો દંડ ચુકવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ દંડ ચુકવવામાં રાજ્યમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના સૌથી વધુ બનાવ સામે આવ્યા છે કર્ફ્યુમાં બહાર ફરતા લોકો પાસેથી 101 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે જ્યારે રાજકોટ નિયમ ભંગ કરવામાં બીજા નંબરે આવ્યું છે. માસ્ક નહી પહેરવા બદલ રાજકોટમાં 37.42 લાખ લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં 3.31 લાખ લોકો પાસેથી રૂ.22.94 કરોડ દંડ વસૂલાયો તો વડોદરામાં 1.87 લાખ લોકો પાસેથી રૂ.15.58 કરોડ દંડ વસૂલાયો છે.

Latest Stories