/connect-gujarat/media/post_banners/e994fb53aa1081a9ae193d839c49cc52e1b3d5ccebda15331d6d0a0bb2e8b64a.jpg)
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL ફાઇનલ મેચને પગલે દેશભરમાંથી ક્રિકેટ રસિકો આવનાર છે ત્યારે સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર વ્યક્તિઓની ટ્રાફિક અંગે કોઇ સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
IPL 2022ની ફાઈનલ મેચ આજે 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ત્યારે અમદાવાદના અલગ-અલગ રોડ રસ્તા જે મોટેરા સ્ટેડિયમને જોડતા હોય તેવા રસ્તાઓને ટ્રાફિકનું ડાઇવર્ઝન આપી અલાયદુ પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે. મહત્વનું છે કે ફાઇનલ IPL મેચમાં કેટલાક ફિલ્મી કલાકારો અને રાજકીય આગેવાનો પણ મેચમાં આવવના હોવાથી ત્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિક બંદોબસ્ત માં 7 DCP, 7 ACP, 17 PI, 25 PSI, 1780 જેટલા પોલીસકર્મીઓ અને 14 ક્રેન મૂકવામાં આવ્યા છે. જેને પગલે મેચ જોવા આવનાર અણધડ પાર્કિંગ કરે નહિ ખાસ કરી 31 જેટલા અલગ-અલગ પાર્કીંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે મેચ જોવા આવનાર પાર્કિંગ પોતાના વાહનો મૂકી શકે.