Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નિઃસંતાન મહિલા સાથે દુષ્કર્મ આચરનાર ઢોંગી તાંત્રિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી...

અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે એક નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે,

X

અમદાવાદ શહેરમાં અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે એક નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ઢોંગી તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં રહેતી એક મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. મહિલાને સંતાન ન થતું હોવાથી તેણે મૂળ કપડવંજના દિલદારમિયાં ઉર્ફે દિલાવરમિયાં કાલુમિયાં શેખ સાથે સંપર્કને કર્યો હતો. તેણે મહિલાનો સંપર્કનો રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં રહેતા મુકેશ ગરાસિયા નામના તાંત્રિક સાથે સંપર્ક કરાવ્યો હતો, ત્યારે તાંત્રિકે વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવી આપવાનું કહીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આરોપી મહિલાને દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં લઈ ગયો હતો, ત્યાંથી આરોપી મુકેશ ગરાસિયા રાજસ્થાનના આનંદપુરી તાલુકાના ઉમેદપુરા ગામમાં ડોક્ટર મિથુન સરકારના મકાનમાં લઈ ગયા હતા. ત્યાં એક રૂમમાં લઈ જઈ તાંત્રિક વિધિ દરમ્યાન મહિલાની મરજી વિરુદ્ધ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, મહિલા ગભરાઈને ઊભી થઈ હતા આરોપીએ વિધિ ફેલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું, ત્યારે મહિલાએ અમદાવાદ પરત આવી બનાવ અંગે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી દિલદારમિયાં ઉર્ફે દિલાવરમિયાંની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તાંત્રિક મુકેશ ગરાસિયાની પણ ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એટલું જ નહીં, આરોપીઓના મોબાઇલમાંથી અનેક મહિલાઓ અને યુવતીઓના ફોટોગ્રાફ્સ સહિત કેટલીક વિગતો મળી આવી છે.

Next Story
Share it