અમદાવાદ: રાજ્ય ગેંગના ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ, ગુજરાત, દિલ્હી,રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

વાહન ચોરી કરી ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અમદાવાદ: રાજ્ય ગેંગના ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ, ગુજરાત, દિલ્હી,રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

વાહન ચોરી કરી ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી સમીર ઉર્ફે કાસીમ શેખ ,સમદ ઉર્ફે અલી શેખ, દાનીશ પીટર અને સમીર ઉર્ફે ઈશું પઠાણની કાગડાપીઠ ધરપકડ કરાઈ. દિલ્હીની આ ગેંગએ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરીને આંતક મચાવ્યો છે.અમદાવાદમાં પણ સોલા,ઘાટલોડિયા,વાડજ,શાહીબાગ,ખોખરા અને મણિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ છે. ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી એક ટુ વ્હિલર,બે ફોર વ્હિલર કાર,અમેરિકન ડોલર અને ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ ગેંગના આરોપીઓ મૂળ દિલ્હીના રહેવાસી છે તેઓની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અમદાવાદમાં 40થી વધુ ગુના નોંધાયા છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આ ગેંગ પહેલા વાહન ચોરી કરતી હતી અને ચોરીના ફોર વ્હીલરથી દિલ્હીથી અલગ અલગ રાજ્યમાં ચોરી કરવા જતાં હતાં. જ્યાં ચોરીના વાહનથી જુદા જુદા વિસ્તારમાં રેકી કરતા હતા. અને ત્યાર બાદ રાત્રીના સમયે બંધ મકાનો ટાર્ગેટ કરીને દિવસ દરમિયાન મકાનમાં પોતાના પાસે રહેલા સાધનો વડે તાળું તોડીને ઘરફોડ ચોરીના ગુનાને અજામ આપતા હતા.ક્રાઇમ બ્રાંચની તપાસમાં છેલ્લા 6 મહિનામાં આરોપીઓ 19 જેટલા ઘરફોડ ચોરીના ગુના આચાર્ય છે.આ આરોપીઓ અગાઉ દિલ્હીમાં પાંચ ગુનામાં ઝડપાયા હતા જ્યારે મધ્યપ્રદેશના ગવાલીયા 10 ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયા હતા અને હરિયાણામાં 5 ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે..મહત્વ નું છે કે આરોપીઓ જેલવાસ ભોગવીને પરત આવીને ઘરફોડ ચોરી કરવા નવા રાજ્યમાં ટાર્ગેટ કરતા હતા.

Latest Stories