ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ: રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથીયારો સાથે 3 આરોપીની કરી ધરપકડ,જુઓ શું હતો પ્લાન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, હત્યા, ધાડ અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ નરોડાનો કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ બારડ સાગરીતો સાથે સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારમા હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે અલગ અલગ સ્થળે વોચ ગોઠવીને સુનિલ મારવાડી અને અંકિત શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગ્યો હતો પરંતુ આખરે તેને પણ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. ધમા બારડ વિરુદ્ધ 14 જેટલા ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે પકડાયેલ આરોપીઓ સુનિલ મારવાડી અને અંકિત શર્મા પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 પીસ્ટલ, 4 જીવતા કારતુસ, 3 તલવારો જપ્ત કરી છે. જો કે આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને શેના માટે લાવ્યા હતા તેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે.