Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હીના મહાઠગની ધરપકડ, અનેક વેપારીઓને બનાવ્યા હતા નિશાન

અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીના એક મહાઠગની ધરપકડ કરી છે. આ આરોપીએ અનેક વેપારીઓ સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે

X

અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીના એક મહાઠગની ધરપકડ કરી છે. આ આરોપીએ અનેક વેપારીઓ સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હી ખાતેથી ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા મહાઠગબાજની ધરપકડ કરી છે. આરોપી વેપારીઓને એલ.સી આપવાની લાલચ આપતો હતો. અને તે લાલચ આપી તેમની જોડે છેતરપિંડી આચરતો હતો. આરોપી સામે માર્ચ 2022 એક કંપનીના મેનેજર પુરુષોત્તમ રાજનાથ કુર્મીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મોબાઈલ નંબર પર કોલ કરી આરોપીએ પોતે યશ અગ્રવાલ તરીકેની ઓળખ આપી હતી. તેમજ હોંગકોંગ બેઇઝ્ડ બેંકના ઇન્ડિયા એજન્ટ તરીકે મોટા હોદ્દા પર ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ ફરિયાદીની કંપનીને એલ.સી અપાવવાની વાત કરી રૂ.9 લાખ ભરાવી છેતરપિંડી આચરી હતી.

જે અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે દિલ્હી ખાતેથી યોગેશ ઉર્ફે યશ અગ્રવાલ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ છેતરપીંડીના ગુનામાં આરોપી મુંબઈ અને કોલકાતામાં આરોપી ઝડપાઈ ચુક્યો હોવાનું સાયબર ક્રાઇમને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે

Next Story