Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ખાલીસ્તાન આતંકી ઓડિયો વાયરલ મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી...

પોલીસે સતના વિસ્તારમાં 250 ઘર ચેક કરીને આ એક ઘર પકડી પડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીઓની બેન્ક વિગતોની તપાસ કરી રહી છે.

X

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો. કારણ કે, ખાલીસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને “ઘરમાં રહો, સુરક્ષીત રહો”ના પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરીને ગર્ભીત ધમકી આપી છે, જ્યારે આ મેસેજ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ દ્વારા મધ્યપ્રદેશથી 2 આરોપી સહિત મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતના લોકોને ખાલિસ્તાન આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના સતના વિસ્તારમાંથી નરેન્દ્ર અને રાહુલ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં તપાસ દરમ્યાન ઇનલીગલ ટેલિફોન એક્સ્ચેન્જ સિમબૉક્સ સાથે પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપીઓ પાસેથી 168 સીમ અને 11 સિમબૉક્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિમબૉક્સની મદદથી આરોપીઓ મેસેજ વાયરલ કરતાં હતા. આરોપીઓ નરેન્દ્ર અને રાહુલ છેલ્લા એક વર્ષથી આ ઇનલીગલ ટેલિફોન એક્સ્ચેન્જ ચલાવતા હતા.

પોલીસે સતના વિસ્તારમાં 250 ઘર ચેક કરીને આ એક ઘર પકડી પડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીઓની બેન્ક વિગતોની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ ઇન લીગલ ટેલિફોન એક્સ્ચેન્જનું પ્રોફેસનલી કામ કરતાં હતા. જે પણ લોકો આ બન્ને આરોપીઓને કામ આપે તેના માટે આ કામ કરતા હતા. જોકે, સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story