Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે,ઉદયપૂરની ઘટનાની કરી નિંદા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.ત્યારે વધુમાં વધુ સંગઠન મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

X

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે ત્યારે તેઓએ વિવિધ મુદ્દે પત્રકારોને જવાબ આપ્યા હતા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.ત્યારે વધુમાં વધુ સંગઠન મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા ત્યારે તેઓએ રાજસ્થાનમાં બનેલી ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે આ ઘટના દેશની સુરક્ષા માટે જોખમી છે.આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.દેશમાં શાંતિ સુરક્ષા ખૂબ જ મહત્વની છે.પહેલા પણ કડી નિંદા કરી હતી આ વખતે ફરીથી નિંદા કરું છું.આ ઉપરાંત ફ્રી વીજળી પર જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબમાં વીજળી ફ્રી થઈ શકતી હોય તો ગુજરાતમાં કેમ કરવામાં આવતી નથી.

Next Story
Share it