Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ડે.સીએમ નીતિન પટેલના હસ્તે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ બે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

કોરોના ત્રીજી લહેરની દહેશતના પગલે આગોતરી તૈયારી અમદાવાદ પૂર્વમાં 2 ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન

X

કોરોનાની બીજી લહેરમાં સરકારે જે ભૂલો કરી તે ભૂલો ફરી ના થાય અને સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજન લોકો સુધી પર્યંત સમયમાં મળી રહે તેના માટે અલગ અલગ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કાકડિયા હોસ્પિટલ અને કોઠીયા હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી જે પ્રમાણે બે વર્ષથી જોવા મળી રહી છે તેમાં પ્રથમ લહેર કરતા બીજી લહેર ખૂબ જ ભયાનક સાબિત થઇ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઓક્સિજન માટે લોકોને વલખાં મારવા પડતાં હતા. ત્યારે ત્રીજી લહેરની દહેશત જે પ્રમાણે જોવા મળી રહી છે તેના પગલે સરકારે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાકડિયા હોસ્પિટલમાં અને કોઠીયા હોસ્પિટલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, બીજી લહેર પૂર્વે રાજ્યમાં 20 થી 25 ટન જેટલો ઓક્સિજનનો વપરાશ હતો ત્યારે બીજી લહેરમાં આ માંગ 1250 મેટ્રીક ટન સુધી પહોંચી હતી. આ પરિસ્થિતિઓમાં દર્દીઓના જીવન ગમે તે ભોગે બચાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ત્રીજી લ્હેરની દહેશતને લઈને અલગ અલગ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવે છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની સાથે સાથે ધાર્મિક અને સેવાભાવી સંસ્થા પણ કદમથી કદમ મિલાવીને કોરોનાનો સામનો કરવામાં મદદ કરી હતી. જેના પરિણામ સ્વરૂપ જ આજે કોરોનાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણમાં મેળવવામાં સફળતા મળી છે.

Next Story