અમદાવાદ: કોરોનાના કેસમાં ભલે ઘટાડો પણ ટેસ્ટિંગ ડોમ પર લોકોની કતાર યથાવત

New Update
અમદાવાદ: કોરોનાના કેસમાં ભલે ઘટાડો પણ ટેસ્ટિંગ ડોમ પર લોકોની કતાર યથાવત

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં ભલે ઘટાડો થઈ રહયો હોય પરંતુ ટેટિંગ ડોમમાં લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે

રાજ્યમાં કોરોનાના કોહરામ વચ્ચે રાહતના સમાચાર આવી રહયા છે છેલ્લા 2 દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે રાહતની વાત છે કે કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે આ બાબતે રિયલ્ટી ચેક કર્યું હતું કે જો કોરોનાના કેસ ઘટી રહયા છે તો શું અમદાવાદના કોરોના ટેટીંગ ડોમમાં લાઈનો ઓછી છે ? શહેરના બોડકદેવ અને વસ્ત્રાપુર ડોમમાં જ્યારે કનેક્ટ ગુજરાતની ટિમ પોહચી તો અહીં ટેસ્ટિંગ માટે અનેક લોકો લાઈનમાં જોવા મળ્યા હતા અને આરોગ્યકર્મીઓ પણ ટેસ્ટિંગ કરતા જોવા મળ્યા હતા જો શહેરમાં કોરોના કેસ ઓછા થતા હોઈ તો લાઈનો હજી કેમ જોવા મળી રહી છે ?

શહેરમાં એએમસી દ્વારા 70 થી વધુ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પ્રતિ દિવસ 10 થી વધુ માઈક્રો કંટેટમેન્ટ ઝોન ઉમેરાઈ રહયા છે ત્યારે સતત ઘટતા કેસો સારી બાબત છે પણ તો સામે હજી જોવા મળતી લાઈનો સરકારી આંકડા સામે પશ્નો ઉભી કરી છે

Latest Stories