/connect-gujarat/media/post_banners/2b4e4fe982ad1c454b941d83dea5be7ac409aa458b9b0e345956d49e8ae16eb5.jpg)
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો જેમાં, લાઉડ મ્યુઝિકને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે. મહત્ત્વનું તો એ છે કે સ્થાનિક પોલીસે કાર્યક્રમ માટે પરવાનગી પણ આપી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાન થયા હતા. પરંતુ લાઈવ કોન્સર્ટમાં ડોક્ટર અને વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા.ત્યારે ક્યાં પોલીસ પ્રશાસનની પણ બેદરકારી સામે આવી હતી.