અમદાવાદ : ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના વિરોધમાં તબીબો આવ્યા મેદાને…

રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ICUને લઈ નોટિસ આપવામાં આવી રહી છે. એટલે કે, હોસ્પિટલમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને કાચને હટાવી લેવા આદેશ કરાયા છે.

અમદાવાદ : ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના વિરોધમાં તબીબો આવ્યા મેદાને…
New Update

રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ICUને લઈ નોટિસ આપવામાં આવી રહી છે. એટલે કે, હોસ્પિટલમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને કાચને હટાવી લેવા આદેશ કરાયા છે. જોકે, ICU વિભાગમાં માત્ર બેડ જ નથી હોતા પણ તેમાં ઓક્સિજન પ્લાન્ટ સાથેનો સેટઅપ હોય છે. એટલે તાત્કાલિક ધોરણે આમ શક્ય નથી. ઉપરાંત ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવે તો દર્દીને ચેપ લાગવાનો ડર રહે છે, જેથી ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં 4 હજાર જેટલી ખાનગી હોસ્પિટલોમાં ઇમર્જન્સી સારવાર બંધ રાખવામાં આવી હતી. સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલમાં નિયમ બધા માટે સરખા જ હોવા જોઈએ તે માટે તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં OPD સહિત સારવાર બંધ રહેતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #doctors #ICU #strike #ground floor #ICU department
Here are a few more articles:
Read the Next Article