Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : એર કાર્ગો મારફત અમેરિકાથી ડ્રગ્સ મંગાવી દેશના વિવિધ વિસ્તારોમાં થતું હતું સપ્લાય

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય 3 સાગરીતો વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા.

X

ગુજરાતની શાળાઓના બાળકોને ડ્રગ્સની લતે ચઢાવવાના કાવતરાનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય 3 સાગરીતો વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા.

આ યુવકોએ છેલ્લા 2 વર્ષમાં રૂ. 10 કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી. અંદાજે રૂપિયા 4 કરોડના ક્રિપ્ટો કરન્સી વ્યવહાર પણ કર્યા હતા. તેઓ વિદેશથી મંગાવેલા આ ડ્રગ્સને ગુજરાત સહીત અન્ય રાજ્યોના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટના વિધાર્થીઓને સપ્લાય કરાતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેમના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ-અલગ 50 જેટલી વ્યક્તિઓના નામ-સરનામા પર 300થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચૂક્યો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત પોલીસે 2 ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કહેવાતો વંદિત પટેલ ટેલીગ્રામ અને સ્નેપ ચેટ એપ્લિકેશનનાં માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કેળવતો હતો, ત્યારે બંધ રહેલા મકાનના સરનામે પાર્સલ મંગાવી ટ્રેક કરી ડીલીવરી એજન્ટને મળીને ડિલિવરી મેળવી લેતો હતો. છેલ્લા 2 વર્ષમાં વંદિત હિમાચલ પ્રદેશ અને મુંબઈ ઉપરાંત વિદેશમાંથી એમ મળીને અંદાજે રૂપિયા 100 કરોડથી વધુ કિમતના ડ્રગ્સનો જથ્થો મેળવી ચુક્યો છે. આ જથ્થાની અંદાજે કિમત રૂપિયા 8થી 10 કરોડ જેટલી થવા જાય છે. વંદિત ઇથરીયમ લાઇટ કોઇન, બીટકોઈન જેવી કરન્સી મારફતે વ્યવહાર કરતો હતો. વંદિત પટેલ ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની આડમાં અમેરિકાથી ડ્રગ્સ મંગાવતો હોવાની વાત પણ સામે આવી છે. જોકે, હવે જે પાર્સલ રીસીવ નથી થયા તે પાર્સલ પોલીસ જપ્ત કરશે, ત્યારે આ કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત હજુ પણ કેટલાક સાગરીતો પોલીસ રડારમાં છે, ત્યારે વંદિત પટેલ સહિત ચારેય આરોપીઓની વધુ પૂછપરછમાં ખુલાસા થાય તેવું પોલીસનું માનવું છે.

Next Story