Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વધતી જતી ગરમીના કારણે સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને છાશ વિતરણ કરાય...

X

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા વાડજ-ભરવાડ વાસના યુવાનો દ્વારા કાળઝાળ ગરમી સામે લોકોને રાહત મળે તે હેતુથી વિનામુલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષથી આ ગ્રુપ દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યભરમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર વધતો જાય છે. જેમાં માણસ હોય કે, પશુ પક્ષી હોય તમામ લોકો ગરમીના કારણે બીમાર પડતા હોય છે, ત્યારે અનેક એવી સેવા ભાવિ સંસ્થા છે કે, જે ગરમીમાં રાહત મળે તે માટે અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરતાં હોય છે, ત્યારે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા છાશ વિતરણ કરવામાં આવે છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા વાડજ ભરવાડ વાસના યુવાનો દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી આ ગ્રુપ દ્વારા આ છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોજની આ ગ્રુપ દ્વારા 400 લિટર જેટલી છાશ વિતરણ કરવામાં આવે છે, ત્યારે આગામી 5 દિવસ સુધી આ ગ્રુપ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવનાર છે.

Next Story