અમદાવાદ : IPL ક્વોલિફાયર-2ની મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ, કોંગ્રેસે શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવતા વિવાદ

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તાર સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL ક્વોલિફાયર-2ની મેચ રમાવાની છે,

New Update
અમદાવાદ : IPL ક્વોલિફાયર-2ની મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ, કોંગ્રેસે શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવતા વિવાદ

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તાર સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL ક્વોલિફાયર-2ની મેચ રમાવાની છે,ત્યારે આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. તો બીજી તરફ સ્ટેડિયમ બહાર કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવતા પણ વિવાદ સર્જાયો હતો.

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ 2 દિવસ IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચ આજરોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ સ્ટેડિયમ બહાર ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવનાર ક્રિકેટ ફેન મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ સાથે જ મળતા કેટલાક ક્રિકેટ પ્રેમીઓને IPLની ટિકિટ નહીં તેઓમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.

તો બીજી તરફ, ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં મેચ પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેદાનની બહાર પોસ્ટર વોર શરૂ થયો હતો. કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં હતા, પણ એમાં મેદાનના નામમાં 'સરદાર પટેલ સ્ટેડિયમ' તરીકે ઉલ્લેખ કર્યો હતો. જેથી આ બેનર અને પોસ્ટર્સ લગાવવા મામલે પણ ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં લગાવેલા ગુજરાત કોંગ્રેસના તમામ બેનરોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યા હતા.

Latest Stories