Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોટાદ કેમિકલ કાંડ બાદ પણ રાજ્યમાં થતી નશીલા પદાર્થની હેરાફેરી સામે ગુજરાત કોંગ્રેસનો વિરોધ...

કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ અને અસમાજીક તત્વો પણ બેફામ બન્યા છે.

X

બોટાદ કેમિકલ કાંડ બાદ પણ રાજ્યના અનેક જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હાલ રાજ્યભરમાંથી પકડાઈ રહેલા નશીલા પદાર્થ અને બોટાદ કેમિકલ કાંડ મામલે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીને ગજવી મુકી હતી. આ ધરણાં પ્રદર્શનમાં અમદાવાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ જોડાયા હતા.

કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ અને અસમાજીક તત્વો પણ બેફામ બન્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નિષ્ફળ ગયા છે, જેથી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. સાથે જ બોટાદના બરવાળા અને ધંધુકાના પીડિતોને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સહાય વળતર ચૂકવવામાં આવે તેવી ગુજરાત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Next Story