અમદાવાદ: પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ, સોફ્ટવેર કંપનીના સોર્સ કોડની કરી હતી ચોરી
એક પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
અમદાવાદમાં એક પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ છેતરપિંડી કેસમાં સાઇબર ક્રાઇમે કમ્પ્યુટર એન્જિનિયર એવા પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે.
અમદાવાદ મલ્ટી ટ્રેડ સોફ્ટ ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની સોફ્ટવેર કંપની પ્રોડક્ટ Atins જેવી દેખાતી અને તેના જેવા જ ફંકશન ધરાવતી મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર તથા કોસ્મિક પ્રોડક્ટ નામથી નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને આ પ્રોડક્ટ સર્વિસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટટેકને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી આચરી હતી.જેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાતા ટેકનીકલ એનાલીસીસ મદદથી આરોપી જીગ્નેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમના કહેવા મુજબ પકડાયેલ આરોપી રાજસ્થાન છે અને આરોપીએ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને ટેકનીકલ ક્ષેત્રમાં નિષ્ણાત છે. આરોપી અગાઉ 2014માં મલ્ટી ટ્રેડ સોફ્ટવેર કંપનીમાં જ નોકરી કરતો હતો. આરોપી પાસે આ સોફ્ટવેર કંપની સ્ટેસ્ટિક આઇપીઓ રિમોટ એક્સેસ તેમજ આઈડી પાસવર્ડ હતો.2021માં આરોપીએ નોકરી છોડીને કંપનીના સર્વર એક્સેસ કરીને કંપની ડેટાની ચોરી કરી હતી. આરોપીએ સોર્સ કોડ પોતાની આઇકોનિક સોફ્ટવેર કંપનીમાં ઉપયોગ કરીને મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર્સ તથા કોસ્મિક જેવા અલગ-અલગ નામથી પ્રોડક્ટ બનાવી કસ્ટમરને સર્વિસીસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી કરી હતી. આરોપીએ ઓછા સમયમાં પૈસા કમાવવાની લાલચમાં પોતાની જ પૂર્વ કંપની સાથે ડેટા ચોરી કરીને છેતરપિંડી આચરી છે. હાલમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે