Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન

અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

X

અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલ પરીક્ષા માટે ઉમેદવારો 8 વાગ્યાથી કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા.2018માં જાહેર કરાયેલી આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા અત્યાર સુધી બે વખત રદ કરાઈ છે, જ્યારે એકવાર મોકૂફ રખાઈ છે. તેવામાં આ વખતે ઉમેદવારો એટલી આશા રાખી રહ્યા છે કે ફરીથી પરીક્ષામાં કોઈ ગેરરીતિનો બનાવ ન બને અને તે રદ ન થાય. પરીક્ષા માટે સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે.

અગાઉ જુદા જુદા વિવાદોને કારણે ત્રણ-ત્રણ વખત નહીં લઈ શકાય બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આજે યોજાIઇ. પરીક્ષામાં સૌથી વધુ 1.88 લાખ ઉમેદવારો અમદાવાદના છે. જ્યારે રાજ્યમાંથી 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. ઉમેદવારોની વધારે સંખ્યાને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો રખાયા છે. અમદાવાદ બહાર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શનિવારથી જ એસટી બસની ફાળવણી કરાઈ છે.

Next Story