અમદાવાદના પાંજરાપોળ પાસે આવેલાં શ્યામ કોમ્પલેકસમાં એલિસબ્રિજ પોલીસે દરોડા પાડી ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડયું છે.
અમદાવાદમાં એલિસબ્રીજ પોલીસે પાંજરાપોળ પાસે આવેલ શ્યામક કોમ્પ્લેક્સમાં દરોડા પાડી ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડબ્બા ટ્રેડિંગ અંગેની ચોકકસ બાતમીના આધારે આ રેઇડ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ કાર્યવાહીમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં શાશ્વત સ્ટોક બ્રોકર્સ અને પિનાક સ્ટોક બ્રોકર્સ ત્યાં પણ પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તો આ તરફ વિકી ઝવેરી અને સૌમિક ભાવનગરી મુખ્ય આરોપી હોવાનું મનાતા તેમની સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 18 લાખની રોકડ, 20 મોબાઈલ સહિત 22.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આયકર ભવન સામે આવેલા કોમ્પલેક્ષમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહીના પગલે ડબ્બા ટ્રેડિંગ કરતાં બ્રોકરોમાં દોડધામ મચી ગઇ છે.