Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઊંટ ગાડી સાથે રેલી યોજી ખેડૂતો પહોચ્યા ધંધુકા APMC, જાણો અનોખા વિરોધનું કારણ..!

ધંધુકા APMCમાં અધિકારીઓની મુદ્દત થઈ છે પૂર્ણ કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

X

અમદાવાદ જિલ્લાના ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કચેરીનો કારભાળ તેમજ ખોટા ખર્ચના ગંભીર આક્ષેપો સાથે કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂત આગેવાનોએ ઊંટ ગાડી સાથે રેલી યોજી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન ક્રાંતિ મંચના હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 300 ઉપરાંત ખેડૂતો ઊંટ ગાડીમાં ખાલી ડબ્બા સાથે અનોખી રેલી યોજી હતી. આ રેલી સૂત્રોચ્ચાર સાથે ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી, જ્યાં માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થયા બાદ પણ તેઓ વહીવટ કરતા હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ઓફીસના બારણે "ખુરશી છોડો, ખેડૂત આવે છે"નું બેનર લગાવી APMCના ચેરમેનને 2 કલાક માટે અંદર પુરી કચેરીનો ઘેરાવો કર્યો હતો.

જોકે, હાઇકોર્ટેનો સ્ટે હોવા છતાં ધંધુકા APMC ખાતે જૂના પદાધિકારીઓ ઓફીસનો ઉપયોગ કરતા અને ખોટા ખર્ચને લઈ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત રામધૂન બોલાવી હતી. સમગ્ર મામલે APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મને હજુ સુધી કોઈ ચાર્જ છોડવા માટેનો આદેશ આવ્યો નથી, ત્યારે સમગ્ર મામલે ખેડૂત આગેવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આગામી સમયમાં એપીએમસી સત્તા મામલે હજુ પણ મામલો ઉગ્ર બને તેવા એંધાણ, ત્યારે APMC સેક્રેટરી દ્વારા આગામી 8 દિવસમાં યોગ્ય નિર્ણયની ખાત્રી આપી હતી. જોકે, પોલીસની દરમ્યાનગીરી બાદ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યું હતું.

Next Story