Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેજરીવાલની રેલીમાં હુમલાનો ડર, AAP મળશે પોલીસ કમિશનરને...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે,

X

ગુજરાતમાં ભાજપને પડકાર આપવા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે રોડ-શો દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે AAPના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. તા. 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

તા. 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોડ-શો યોજવાના છે. તેઓ ગાંધી આશ્રમ ખાતે જશે, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ-શો કરશે. નિકોલના ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 1.5 કિલોમીટર સુધીનો રોડ-શો યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે. તો બીજા દિવસે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે.

ત્યારબાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈ અને ચર્ચા કરી સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જોકે, આ હુમલા બાદ હવે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલ પર હુમલો ન થાય તેને ધ્યાનમાં રાખી રોડ-શો અને ગુજરાતની મુલાકાત દરમ્યાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે તેવી ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મળીને રજૂઆત કરવામાં આવનાર છે.

Next Story