Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મહિલા બુટલેગર અને તેના પરિવારનો પોલીસ પર હુમલો, 1 ઇસમની ધરપકડ...

અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વેચાણ તેમજ દારૂ, જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહીનો ઉચ્ચ અધિકારીએ આદેશ આપ્યો હતો.

X

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડો પાડતાં બુટલેગર મહિલાએ તેના પરિવાર સાથે મળી મહિલા પોલીસ સહિતના કર્મચારીઓ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વેચાણ તેમજ દારૂ, જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહીનો ઉચ્ચ અધિકારીએ આદેશ આપ્યો હતો. આથી સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાળીગામ જાંબુચોક ખાતે આવ્યા હતા, ત્યારે છારાનગરમાં રહેતો તેમજ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દીપક નંદુ છારા તેના મકાન આગળ દેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હતો. જેથી સાબરમતી પોલીસે દીપક નંદુ છારાને ત્યાં રેડ પાડી હતી. પોલીસે દીપક નંદુની અટકાયત કરતાં તેની પત્ની, બહેન, અને માતા આવી ગયા હતા. પોલીસ અવારનવાર અહીં દરોડો પાડતી હોવાથી આરોપીઓને ઓળખતી હતી. આ તમામ આરોપીએ પોલીસને ઘેરી લઈને જોરશોરથી બૂમો પાડી હતી. આરોપી કહેતા હતા કે, પોલીસ આપણા સમાજના માણસોને ત્યાં અવારનવાર રેડ પાડવા આવે છે, આજે મોકો છે તેમ કહીને પોલીસ સ્ટાફના માણસો સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી રેડમાં અડચણ ઊભી કરીને આરોપીઓ દીપક નંદુને છોડાવીને લઈ જવાની કોશિશ કરતા હતા. મહિલા કર્મીઓ દીપક નંદુને બળ વાપરી સરકારી વાહનમાં બેસાડીને લઈ જતાં હતાં. તે દરમિયાનમાં 3 મહિલા આરોપીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલના વાળ પકડી 2-3 લાફા મારી દીધા હતા, ત્યારે સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે 3 મહિલા અને 1 પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર પૈકી 1 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story