અમદાવાદ : જમીન દલાલીમાં પૈસાની લેતીદેતીમાં ઈસમ સાથે મારામારી ,સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદનાં શાહીબાગમાં જમીન દલાલી કરતા વ્યક્તિના ઘર પર પૈસાની લેતી દેતી મામલે કેટલાક ઈસમો પહોંચ્યા હતા

New Update
અમદાવાદ : જમીન દલાલીમાં પૈસાની લેતીદેતીમાં ઈસમ સાથે મારામારી ,સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદનાં શાહીબાગમાં જમીન દલાલી કરતા વ્યક્તિના ઘર પર પૈસાની લેતી દેતી મામલે કેટલાક ઈસમો પહોંચ્યા હતા, જેમણે મારામારી કરીને જમીન દલાલના ઘરની બહાર તોડફોડ કરી...

અમદાવાદના શાહીબાગમાં રહેતા મનીષ જૈને 4 વર્ષ અગાઉ હેમુ દેસાઈ અને પુનીત શાહ વચ્ચે થયેલી પૈસા બાબતની તકરારમાં સમાધાન કરાવ્યું હતું. જેને લઈને હેમુ દેસાઈ મનીષ જૈનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં મનીષ જૈનને કોલર પકડીને માર માર્યો હતો. આ મામલે મનીષ જૈન શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો કે હેમુ દેસાઈ અને તેના 7 મિત્રો ઘર બહાર દંડા તથા લાકડી લઈને આવ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે.મનીષ જૈન પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચ્યા ત્યારે હેમુ દેસાઈ અને તેના સાથીઓ તેમના ઘરની બહાર ગાળો બોલી તોડફોડ કરી રહ્યા હતા.આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ વચ્ચે આવતા તેના પર પણ દંડો ઉગામ્યો હતો. અને મારી નાખવાની ચીમકી આપી હતી જેની આ સમગ્ર ઘટના મનીષ જૈનના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Latest Stories