અમદાવાદ : જાણો... એવું તો શું થયું કે, વિદેશ કમાવવા ગયેલ યુવકે રચી નાખ્યું પોતાના જ અપહરણનું તરકટ

વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું વધી જતા તેણે પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કરી હતી.

New Update
અમદાવાદ : જાણો... એવું તો શું થયું કે, વિદેશ કમાવવા ગયેલ યુવકે રચી નાખ્યું પોતાના જ અપહરણનું તરકટ

વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું વધી જતા તેણે પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કરી હતી. સાથે જ પોતાના પરિજનોને અપહ્યુત બનીને મુક્ત કરાવવા માટે મેસેજથી રૂપિયાની પણ માંગણી કરી હતી. જુઓ, કોણ છે આ શખ્સ..? જેણે ખોટા અપહરણનું તરકટ રચી પૈસા પડાવવાનું આયોજન કર્યું હતું.

Advertisment

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં રહેલ રવિ પંડ્યા છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાન્ઝાનિયામાં રહી કોમોડિટી વસ્તુનો વેપાર કરતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે ધંધામાં નુકશાન પહોચતા રવિને પરત ભારત આવવું હતું. જોકે, તેની પાસે પૈસા ન હોવાથી પિતાએ 2 લાખ રૂપિયાની સગવડ કરી પરત બોલાવ્યો હતો. જે બાદ રવિ પંડ્યા દેવું પૂરું કરી શકતો ન હોવાથી કંટાળી જઇ પોતાનું જ અપહરણ થયું હોવાનું પોતે તરકટ રચી દેવું ભરવાનો પ્લાન બનાવ્યો હતો. ગત તા. 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. જે બાદ સ્થાનિક પોલીસથી લઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દોડતી થઈ હતી. કારણ કે, અપહરણકારો પૈસાની માંગણી કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા રવિ પંડ્યા જયપુરથી ઝડપાય ગયો હતો. જોકે, રવિ પંડ્યાનું અપહરણ થયું ન હતું અને પોતે જ પોતાના અપહરણની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કરી હતી. પોલીસ તપાસમાં રવિ પંડ્યાને રૂપિયા 2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે પોતાનું જ અપહરણ થયાનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisment
Latest Stories