Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: BRTS બસમાં આગ ફાટી નિકળતા દોડધામ, મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

X

અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.બસમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે સવારના 8.50 કલાકની આસપાસ ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે, શહેરના મેમનગર વિસ્તારમાં BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી હતી. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગે માત્ર 10 મિનિટમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. જોકે આ ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

સવાર-સવારમાં નોકરીનો સમય હોવાથી મોટાભાગના લોકો BRTS બસનો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે એવામા આજે મેમનગર બસ સ્ટેન્ડ નજીક BRTS બસમાં એકાએક આગ લાગતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે બસમાં સવાર અંદાજિત 40થી 50 તમામ મુસાફરોને જીવ બચાવી લેવાયો હતો. પણ આગ એટલી ભયાનક હતી કે બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને બસ બન્ને આગમાં બળીને ખાક થઈ ગયા હતા

Next Story