અમદાવાદ: ફાયર વિભાગનો સપાટો, ફાયર સેફ્ટીનો અભાવ જણાતા 214 શાળાને ફટકારી નોટિસ

અમદાવાદની 214 શાળાને ફાયર વિભાગની નોટિસ, ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટિસ ફટકારાય.

New Update
અમદાવાદ: ફાયર વિભાગનો સપાટો, ફાયર સેફ્ટીનો અભાવ જણાતા 214 શાળાને ફટકારી નોટિસ

અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરની 214 શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા શાળા સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે જો સંચાલકો 7 દિવસમાં ફાયર સેફ્ટી અંગેની એન.ઓ.સી.જમા નહીં કરાવે તો કાયદાકીય પગલા ભરવામાં આવશે.

રાજ્યમાં ફાયર સેફ્ટીના અભાવે અનેક વાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરની ઘણી શાળામાં ફાયર સેફ્ટીના અભાવના કારણે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.

આગામી સાત દિવસમાં ફાયર NOC જમા કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને જમા ન કરાવે તો કાયદાકીય પગલા ભરવામાં આવશે.અમદાવાદ ફાયર વિભાગ દ્વારા અમદાવાદ શહેરની હદમાં આવેલ શાળામાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે શહેરની 214 શાળાઓને ફાયર સેફ્ટીના અભાવના કારણે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી 7 દિવસમાં શાળા સંચાલકો દ્વારા ફાયર સેફ્ટી માટેની NOC સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે અને જમા નહી કરવામાં આવે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

અગાઉ સુરતના ટ્યુશન ક્લાસમાં લાગેલી આગના કારણે બાળકોએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે રાજ્યની તમામ શાળામાં ફાયર સેફટી ફરજિયાત કરવામાં આવી હતી પરંતુ શાળા સંચાલકો દ્વારા પોતાની મનમાની દર્શાવતા હતા જેથી ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરી શાળાને નોટિસ ફટકારવામાં આવી છે.

ગુજરાતમાં અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 અનુસાર તથા વિનિમય 2014/2016 તેમજ સુધારા વિધેયક 2021 હેઠળ NOC મેળવવુ જરૂરી છે. અને નિયત સમય તેને રિન્યુ પણ કરવુ જરુરી હોય છે.  

Latest Stories