અમદાવાદ: મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક યુવકની કરી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ

મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે.

New Update
અમદાવાદ: મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક યુવકની કરી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ

મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે. ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ગીરફતમાં રહેલ કાળા નકાબમાં દેખાતા આ હત્યારાઓ છે.જે પાંચેય આરોપીઓ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી દીધી હતી. ઘટનાની વિગત વાત કરીએ તો ગુરુવારે સાંજે અમદાવાદના જગન્નાથ મંદિર નજીક એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં યુવક પાસેથી મળી આવેલ મોબાઈલથી આ યુવક મહેસાણાના મલાપુરાનો ભરત પરમાર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગાયકવાડ હવેલી પોલીસે હત્યાને લઈ તપાસ કરતા સીસીટીવીના આધારે કમલેશ ઉર્ફે ભુરીયો વાઘેલા, પ્રતિમ પ્રજાપતિ,રતિલાલ ઉર્ફે ખોડો વાઘેલા, સત્યમ સોલંકી અને બંસી ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી કમલેશ વાઘેલાએ મૃતક ભરતને છરી મારી હતી અન્ય આરોપી ઝપાઝપી કરી મદદગારી કરતાં તેઓની પણ આ ગુનામાં ધરપકડ કરી છે.મૃતક ભરત અને ઐયુબ પઠાણ નામના એક યુવક વચ્ચે ગુરુવારે બપોરે બોલાચાલી અને ઝઘડો થયો હતો.જેમાં મૃતક ભરતે ઐયુબખાનને ધક્કો મારતા નીચે પડી જતાં તેને હાથમાં ઇજા થઇ અને હોસ્પિટલમાં દાખલ થયો હતો.ઐયુબખાન આ વાતની જાણ તેના મિત્ર કમલેશ વાઘેલાને કરી હતી.જેથી આરોપી કમલેશે તેના અન્ય ચાર મિત્રોને લઈ ભરત પરમાર શોધીને તેની રોડ પર હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

Latest Stories