-
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું આયોજન
-
ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025નું સુંદર આયોજન કરાયું
-
10 લાખ ફૂલ, 50થી વધુ પ્રજાતીના 30થી વધુ સ્કલ્પચર
-
ફ્લાવર શો-2025 નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો
-
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2025 આ વખતે 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ આ ફ્લાવર શો નિહાળ્યો હતો, અને અલગ અલગ સ્કલપચર સાથે ફોટો પણ પડાવ્યા હતા. એટલું જ નહીં, ફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી-મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
અહી સામાન્ય દિવસોમાં સવારના 10થી રાતના 10 સુધીના ટિકિટના ભાવ 70 રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે શનિ-રવિના રજાના દિવસોમાં આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રહેશે. તે ઉપરાંત VIP એટલે કે, ભીડભાડ વગર છુટથી ફ્લાવર શોની મજા માણવી હશે, તો આ વર્ષે VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે, સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 આ સમય દરમિયાન ફ્લાવર શોને ભીડ વગર નીહાળી શકાશે, પરંતુ તે માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે. ફ્લાવર શો-2025ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, ધારાસભ્ય દર્શના વાઘેલા, અમિત શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, દિનેશ કુશવાહ, જીતુ ભગત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.