Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોમાં રોશ, ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા..

અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે

X

રાજ્યમાં CNGના ભાવમાં એપ્રિલ માસમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. તા. 1 એપ્રિલે CNGના ભાવમાં રૂ. 5નો તોતિંગ વધારો કરવામાં આવ્યા બાદ તા. 7 એપ્રિલ ફરી રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે હવે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ અને એપ્રિલમાં મળી કુલ 38 દિવસના ટૂંકા ગાળામાં જ CNGનો ભાવ રૂ. 11.50 વધી ગયો છે. માર્ચ માસમાં ભાવમાં 3 વખત વધારો થયા બાદ એપ્રિલ માસમાં પણ 2 વખત વધારો થઈ ચૂક્યો છે.

અમદાવાદમાં એપ્રિલ માસમાં ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થતાં રિક્ષાચાલકોમાં ભારે રોષ છે. અત્યાર સુધી CNGનો ભાવ રૂ. 79.59 હતો. જેમાં ગુરુવારે રૂ. 2નો વધારો કરવામાં આવતા, હવે ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. CNGના ભાવમાં થઈ રહેલા સતત વધારાના પગલે રિક્ષાચાલકો તથા CNG વપરાશકર્તા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને વિકલ્પ તરીકે CNGને પસંદ કરનારા લોકોને પણ પસ્તાવાનો વારો આવ્યો છે. રિક્ષાચાલકોએ માંગ સાથે મિનિમમ ભાડુ 30 રૂપિયા સુધી નહીં વધારાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story