Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી તૈયાર કરાય, શહીદ દિને યોજાશે ભવ્ય વીરાંજલી કાર્યક્રમ...

આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

X

આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તેમજ સાહિત્યકાર દ્વારા દેશમાં પ્રથમ વખત શહીદો માટે આરતી પણ તૈયાર કરવામાં આવનાર છે.

તા. 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજથી 92 વર્ષ પહેલા દેશની રક્ષા કરવા માટે 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજોની હુકુમતમાં દેશના વીર માતૃભૂમિની ખાતર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજો દ્વારા ફાંસી અપાઈ હતી. જેને લઈને છેલ્લા 14 વર્ષથી સાણંદ તાલુકાના બકરાણા ગામથી વીરાંજલી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જે રાજ્યના અલગ અલગ 17 જેટલા શહેરોમાં પણ તે જ વીરાંજલી કાર્યક્રમ કરી લોકચાહના મેળવવામાં આવી છે. વીરાંજલી સમિતિ દ્વારા છેલ્લા 14 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વખતે તેમનું 15મુ વર્ષ છે. દેશ માટે જે વીર જવાનોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના જીવ આપ્યો છે, તેમને યાદ કરવા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Next Story