અમદાવાદ : કુરિયરનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી, 3 ઈસમોની ધરપકડ

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

New Update

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડીક્સ કુરિયરના નામેથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે તપાસ કરતાં પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાર્કોટિક્સ વિભાગ તેમના પર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ ફોન પર મંગાવી હતી.ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીનાં બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી 10 લાખની લોન કરાવીને 9 લાખ 76 હજાર પચાવી પાડ્યા હતા.  જે માહીતી મળતા આ આખી ગેંગને સાઇબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવાર રાજસ્થાન એકાઉન્ટની વિગત બીજા આરોપી રાહુલ ભગવાનરામ ગેહલોતને મોકલી આપતો હતો. જેBinance એપ્લિકેશનના માધ્યમથી JACK અને BERT નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. ત્યારબાદ ચાઈનીઝ લોકો કુરિયર કંપની વાળા બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતાં.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.