અમદાવાદ : કુરિયરનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી, 3 ઈસમોની ધરપકડ

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

New Update

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડીક્સ કુરિયરના નામેથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે તપાસ કરતાં પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાર્કોટિક્સ વિભાગ તેમના પર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ ફોન પર મંગાવી હતી.ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીનાં બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી 10 લાખની લોન કરાવીને 9 લાખ 76 હજાર પચાવી પાડ્યા હતા.  જે માહીતી મળતા આ આખી ગેંગને સાઇબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવાર રાજસ્થાન એકાઉન્ટની વિગત બીજા આરોપી રાહુલ ભગવાનરામ ગેહલોતને મોકલી આપતો હતો. જે Binance એપ્લિકેશનના માધ્યમથી JACK અને BERT નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. ત્યારબાદ ચાઈનીઝ લોકો કુરિયર કંપની વાળા બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતાં.

#Gujarat #CGNews #Ahmedabad #Fraud #crime news #3 accused arrested #courier service #Fraud accused
Here are a few more articles:
Read the Next Article