/connect-gujarat/media/post_banners/a85a24376fed692f21f1da7707336156dbf72d14b94ff9d00384ef0d74148f1b.jpg)
અમદાવાદના સી. જી રોડ પર થોડા દિવસો પહેલા એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 42 લાખ રૂપિયા રોકડની લૂંટ કરનાર 2 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને 31 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે.
અમદાવાદ શહેરના સી. જી રોડ વિસ્તારમાં આવેલા એક આંગડિયા પેઢી પાસેથી દસ દિવસ પહેલા ત્રણ અજાણ્યા ઇસમો એ 42 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલો થેલો જુટવી લઈ ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી હતી. ત્યારે એક બાતમી મળી હતી કે કેટલાક ગુન્હાઓમાં સંડોવાયેલ બદમાશો મોટી રોકડ રકમ સગેવગે કરવાના પ્લાનમાં છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુબેરનગર વિસ્તારમાં થી મનોજ સિંધી અને વિક્રમ તાંમચેને દબોચી લીધા હતા.
પોલીસ બંને આરોપીની પૂછપરછ કરતાં આરોપી પાસેથી 31 લાખ રોકડ રકમ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ ના કહેવા અનુસાર આંગડિયા પેઢીની લૂંટ માં આ બંને ઇસમો સંડોવાયેલ છે અને આરોપી વિક્રમ અને મનોજ અગાઉ પણ ચોરી, દારૂના ગુનામાં પકડાયેલા છે અને બંને આરોપીઓએ 2 થી વધુ વખત પાસા પણ ભોગવે છે. અમદાવાદ ક્રાઇમ આ બંને આરોપી ક્યાં રોકાયા હતા કોના કોના સંપર્કમાં હતા અને બાકીના રોકડ રૂપિયા કયા વાપરવામાં આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો સાથે ફરાર મુખ્ય આરોપી પપું ઉર્ફે શ્યામ ની શોધખોળ હાથ ધરી છે.