/connect-gujarat/media/post_banners/092074334e213500977fd03133667440e5cc6d222075b7b4d8e82d931af6b0ff.jpg)
મહાત્મા ગાંધીજીનું કુલ્લડમાંથી તૈયાર કરેલું ભીતચિત્ર હવે તમને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જોવા મળી શકશે..
મહાત્મા ગાંધીજીના નિર્માણ દીને તેમને અનોખી રીતે શ્રધ્ધાજલિ આપવામાં આવી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે મહેમાનોના હસ્તે ગાંધીજીના ભીતચિત્રનું અનાવરણ કરાયું. ભીતચિત્રની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ભીતચિત્ર કુલ્લડમાંથી બનાવવામાં આવ્યું છે. 2975 ઉચ્ચ કોટિના ગ્લેઝ સીરામીક કુલ્લડોથી તેની રચના કરવામાં આવી છે. ૫૦ વર્ષ સુધી તમામ હવામાન પરિસ્થિતિઓને સહન કરી શકે તેવી મજબૂતાઈ ધરાવે છે. આ કુલ્લડ અમદાવાદ ખાતે દેશભરના 75 કુશળ કુંભારોએ તૈયાર કર્યા છે.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધી આઝાદીના આંદોલનની રૂપરેખા ઘડી હતી. આ સ્મૃતિને તાજી રાખવા માટે આ વિશાળ ભીતચિત્ર તૈયાર કરાયું છે. આ અવસરે ગૃહમંત્રીએ વિસરાયેલી ખાદીને પણ યાદ કરી હતી. તેમણે કહયું કે, અનેક વર્ષો સુધી બાપુને શ્રદ્ધાંજલિ અપાઈ પણ ખાદી ભુલાઈ ગઈ તે દુખદ બાબત છે. ખાદીના કપડા પહેરવા યોગ્ય ન હોય પણ ઘરની વખરી ખાદીની જરૂર વસાવવા અમિત શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે.