રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજનીતિક પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્રણેય રાજકીય પાર્ટી ચૂંટણીમાં વિજય મેળવવામાં કમર કસી રહ્યા છે. આ રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોગ્રેસની કેન્દ્રીય મોવડી મંડળ ની ટીમ ગુજરાતમાં ધામા નાખશે
રાજ્યમાં વિધાનસભા કબજે કરવા માટે કોંગ્રેસનું કેન્દ્રીય મોવડીમંડળ ની ટીમ ગુજરાતમાં ધામા નાખશે. જેમાં કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.31 ઓક્ટોબર થી ગુજરાતના 5 ઝોન માં કોંગ્રેસ પરિવર્તન યાત્રા ફરશે. આ પાંચ ઝોનમાં પરિવર્તન યાત્રા ને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રસ્થાન કરાવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી સક્રિય થઈ છે. ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ભૂપેશ બઘેલ ફાગવેલ થી મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે તેમજ દિગ્વિજય સિંહનખત્રાણાથીસૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ પ્રારંભ કરાવશે જ્યારે કમલનાથ સોમનાથથી સૌરાષ્ટ્રની બીજી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. મુકુલ વાસનિક જંબુસરથી દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતની 175 વિધાનસભા બેઠકમાં ફરશે.આ પરિવર્તન સંકલ્પ યાત્રા માં કોંગ્રેસના કેન્દ્રના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે