Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 23 માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહિદ દિન નિમિતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમનું આયોજન

23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે.

અમદાવાદ : 23 માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહિદ દિન નિમિતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમનું આયોજન
X

દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી 23 માર્ચે આ વીરાંજલિ કાર્યક્રમનું રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી તેમજ ગીતા રબારી દેશભક્તિના સુરો રેલાવશે. વીરાંજલિ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર વીરજવાનોની આરતી લખવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રવેશ લોકો માટે તદ્દન નિઃશૂલ્ક રહેશે, પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે. આ કાર્યક્રમના નિઃશૂલ્ક પાસ મેળવવા માટે 1800 121 000 011 નંબર પર કોલ કરવાથી આપને SMS દ્વારા પાસની વિગતો મળી જશે. આ કાર્યક્રમના પાસ માટે ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કર્ણાવતી ક્લબ એસ.જી. હાઇવે, સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા અને શુકન ચાર રસ્તા નિકોલ પર આપને સવારે 09:00થી 01:00 અને સાંજે 05:00થી 09:00 દરમિયાન પાસ મળી શકશે.

Next Story