અમદાવાદ: ચાલુ ક્રિકેટ મેચમાં GST ઓફિસરનું હ્રદય રોગના હુમલાથી મોત, જુઓ LIVE દ્રશ્યો

અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેકથી મોત નીપજયું હતું. સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

New Update
અમદાવાદ: ચાલુ ક્રિકેટ મેચમાં GST ઓફિસરનું હ્રદય રોગના હુમલાથી મોત, જુઓ LIVE દ્રશ્યો

અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેકથી મોત નીપજયું હતું. સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

Advertisment


અમદાવાદના ભાડજમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી.GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલતી મેચમાં મુળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમને ગભરામણ થતું હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે.જે બાદ અચાનક જ તેઓ બેસે છે અને પછી પાછા ઊભા થાય છે પરંતુ તબિયતમાં કંઈ સુધારો ન લાગતા ફરી બેસે છે અને ઢળી પડે છે જે દરમિયાન ક્રિકેટ રમતા અન્ય ઓફિસર્સ તેમની નજીક દોડી જાય છે અને તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ તેમને પીઠમાં માલિશ કરવાનો પ્રયાસ કરે છે. આમ જીએસટી ઓફિસર વસંત રાઠોડને ક્રિકેટ રમતા આવેલા હાર્ટ એટેક સમયના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જીએસટી ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન મેચ રોકી દેવામાં આવી હતી  

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment