Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની કરી ધરપકડ

પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.

X

જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. એવામાં જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં વધુ 10 આરોપી ઝડપાયા છે. છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાંથી પરીક્ષાર્થીઓની ધરપકડમાં કરવામાં આવી છે.

પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે. જેમાં મિતેષ કોલચા, વિજય રાઠવા, સુનિલ રાઠવા, ધ્રુવ રાઠવા, ત્રિકમ રાઠવા, દેવેન્દ્ર રાઠવા, હાર્દિક બારીયા અને પ્રિયંકા બારીયા સામેલ છે. તો બાયડના 2 અને મોડાસાના એક પરીક્ષાર્થીની ધરપકડ કરાઈ છે.હૈદરાબાદથી પકડાયેલો મુખ્ય આરોપી જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. જેણે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. પ્રદીપ નાયકને ATS દ્વારા પરીક્ષાની આગલી રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો. તેલંગાણામાં કે એલ હાઈટક નામની પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જીત કામ કરતો હતો અને તેણે ત્યાંથી પેપર લીક કર્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ પછી તેણે પેપર તેના સગા પ્રદીપને આ આપ્યું હતું. આ પછી પ્રદીપે મોરારી પાસવાન, નરેશ મોહંતીને 5-5 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આરોપી મોરારી પાસવાને કમલેશને રૂ.6 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું.

Next Story