ગુજરાત ATSએ 460 ગ્રામ હેરોઈન સાથે એક અફઘાનીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી.

ગુજરાત ATS દ્વારા વધુ એક વખત મૂળ અફઘાનના નાગરિક એવા ડ્રગ્સ માફીયાને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

New Update

ગુજરાત ATSએ અફઘાનીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી

460 ગ્રામ હેરોઈન સાથે એક અફઘાનીની ધરપકડ કરાય

9 મહીના પહેલા નાઇજીરીયન પાસેથી ખરીધ્યું હતું હેરોઇન

અફઘાની ઈસમ 4 કીલો હેરોઇન ખરીદી છૂટક વેચતો હતો

ગુજરાત ATSએ અફઘાનીની ધરપકડ કરી તપાસ આદરી

ગુજરાત ATS દ્વારા વધુ એક વખત મૂળ અફઘાનના નાગરિક એવા ડ્રગ્સ માફીયાને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેણે પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગેરકાયદેસર હેરોઇનના જથ્થાને ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી દલ્હીમાં ડીલીવરી કરી હતી.

ગુજરાત ATSના ADGP સુનિલ જોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કેઆરોપી ઈશા હુસૈન રાવે તથા પાકિસ્તાની મુર્તુઝા તથા ઈશા રાવની પત્ની તાહિરાદીકરા અરબાઝદિકરી માસુમા તથા તેના મંગેતર રીઝવાન નોડે સપ્ટેમ્બર-2023માં હેરોઈનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે લાવી તે હેરોઇનના જથ્થાની ડીલીવરી દિલ્હીના તિલકનગર વિસ્તારમાં એક નાઇજીરીયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને કરી હતી. જેના આધારે કુલ 9 આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત ATS દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરાઈ રહી હતી.

જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી ડેટા એનાલીસીસને આધારે સાક્ષીઓની તપાસ કરવામાં આવી. જે દરમ્યાન માહિતી મળી હતી કેઆ ડ્રગ કાર્ટેલમાં નાઈજીરીયન તથા અફઘાની નાગરિક મહંમદ યાસીન દુનીયાગુલ મીયા સાહિબ જે હાલ દિલ્હીના ગ્રેટર નોઇડામાં રહે છેજે આ કેસમાં સંડોવાયેલ છેજ્યાં ગુજરાત ATS દ્વારા રેડ કરી તેની પાસે રહેલો 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ રીકવર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અફઘાની નાગરિક મહંમદ યાસીનની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કેતે મૂળ અફધાનિસ્તાનના કાબૂલના જલાલાબાદનો રહેવાસી છે.

તે ભારતમાં વર્ષ-2017માં મેડીકલ વીઝાના આધારે આવ્યો હતોઅને દિલ્હીમાં તે મેડીકલ વીઝાના આધારે આવેલ અફઘાન નાગરિકો માટે ટ્રાન્સ્લેટરનું કામ કરી રહ્યો હતો. દીલ્હીના તીલકનગર ખાતેથી 8-9 મહીના પહેલા એક નાઇજીરીયન નાગરીક પાસેથી 4 કીલો હેરોઇન ખરીદ્યું હતુંઅને તેમાંથી થોડું થોડું છુટકમાં વેચી દીધું હતુંજ્યારે બાકીનું 460 ગ્રામ હેરોઇન તેની પાસે હતું. તે આ નાઈજીરીયન આરોપીના કહેવાથી કોઇને ડીલીવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં આવતા ગુજરાત ATSના હાથે ઝડપાઈ ગયો હતો.

 

Latest Stories