અમદાવાદ : લોડેડ પિસ્તોલ સાથે રાજસ્થાનના ખુંખાર આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ...

New Update
અમદાવાદ : લોડેડ પિસ્તોલ સાથે રાજસ્થાનના ખુંખાર આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ...

ગુજરાત ATS દ્વારા રાજસ્થાનના ખુંખાર આરોપીની ધરપકડ

આરોપી પર આંતરરાજ્ય ગુન્હા અને જાપ્તામાંથી હતો ફરાર

આરોપી પાસેથી 5 નંગ કારતૂસ સહિતની પિસ્તોલ જપ્ત કરી

ગુજરાત ATSને માહિતી મળી હતી કે, ગુજરાત, રાજસ્થાન અને કેરળ સહિતના રાજ્યોમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, દાણચોરી, ખંડણી સહિતના ગુનામાં વોન્ટેડ તથા જેલમાંથી ભાગી જનાર, પોલીસ જાપ્તામાંથી પણ ફરાર અને પોલીસ ઉપર ફાયરિંગ કરી સહ આરોપીને ભગાડનાર કુખ્યાત ટોળકીના ગેંગસ્ટર અરવિંદસિંહ બિના અમદાવાદના હીરાવાડી ખાતે આવવાનો હતો. જેથી ATS દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર ટીમ બનાવી વોચ રાખવામાં આવી હતી.

વોચ દરમિયાન હીરાવાડી ચાર રસ્તા પાસેથી આરોપી ચાલતો આવતો જણાતાં ATSની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેનું નામ અરવિંદસિંહ બિકા જણાવ્યુ હતું, જે પોતે શિરોહી રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસને આરોપી પાસેથી કમરના ભાગે રાખેલ 5 નંગ કારતૂસ સહિતની એક પિસ્તોલ પણ મળી આવી હતી. આરોપી અરવિંદસિંહ બિકાને અગાઉ હિંમતનગર સબ જેલ ખાતેથી પોરબંદર કોર્ટ લઈ જવાનો હતો, તે બાદ કોર્ટમાંથી પરત લાવતી વેળા તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.

Latest Stories