ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા.ત્યારબાદ તેઓ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા જ્યાં તેનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે.પી. નડ્ડાને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયાં હતા.
તો પ્રદેશના 500 થી વધુ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે,આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે.ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો, હવે કાર્યકર્તાઓ સાથે મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે.વડાપ્રધાન મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં ત્યારે જોવા મળ્યું છે કે ગુજરાતની છબી પણ વિશ્વ સ્તરે પ્રચલિત છે.
રાજનીતિમાં ભાજપે જાતિવાદ,પરિવારવાદ રાજનીતિને મોદીની વિકાસ નીતિ ટક્કર આપી છે.અમે માત્ર વિકાસની રાજનીતિ કરી રહયા છીએ અમારી જવાબદાર સરકાર છે અને રિપોર્ટ કાર્ડ જનતા વચ્ચે લઈને જઈએ છીએ. ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની સાથે જનતા સાથેના જોડાણ માટેની પ્રયોગશાળા રહ્યું છે. ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે.