Connect Gujarat

અમદાવાદ : ગુજરાત સાહિત્ય ભવન ખાતે કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું સન્માન

ગુજરાત સાહિત્ય ભવન ખાતે યોજાયો સન્માન સમારોહ, કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું વિશેષ સન્માન.

X

ભારત દેશની આઝાદીના 75 વર્ષ પુરા થઇ રહ્યા છે, ત્યારે ગુજરાત સાહિત્ય ભવન અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાની સન્માન સમારોહ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા.

ભારત દેશના ઘણા બધા નેતા અને દેશના નાગરિકો લાંબા સમય સુધી આઝાદી માટે લડત લડ્યા હતા. આજે દેશમાં કોંગ્રેસ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત સાહિત્ય ભવન અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલની સરકાર અંગ્રેજો જેવી નીતિનું અમલ કરી રહી છે. જે આપણા દેશના બંધારણમાં છુટ આપી છે, તે છૂટ આ સરકારે છીનવી લીધી અને તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે. સમગ્ર દેશમાં અંગ્રેજો દ્વારા જોર, જુલમ અને અત્યાચાર અને જે ગુલામીના દિવસો હતા. જેમાં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ ખૂબ લાંબી લડત લડી દેશને આઝાદી અપાવી હતી.

દેશમાં તમામ લોકોને સમાન અધિકાર જેમાં કાયદા, કાનૂન અને બંધારણ એક જ સમાન છે. પ્રશાસનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ ઇ.ડી. કે, ઇન્કમટેક્ષ દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. જે રીતે અંગ્રેજો સામે હકની લડાઈ લડ્યા હતા, તેવી જ રીતે આ સરકાર સામે પણ હકની લડાઈ લડવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Next Story
Share it